✨ સાફ કરવાના સુઝાવો વડે ��મારા ડિવાઇસ પર સ્પેસ ખાલી કરો
🔍 શોધ અને સરળ બ્રાઉઝિંગ વડે વધુ ઝડપથી ફાઇલો શોધો
↔️ 'ક્વિક શેર' સુવિધા વડે ઝડપથી ફાઇલો ઑફલાઇન શેર કરો
☁️ તમારા ડિવાઇસમાં સ્પેસની બચત કરવા માટે ક્લાઉડમાં ફાઇલોનું બૅકઅપ લો
🔒 કોઈ બિન-ડિવાઇસ લૉક વડે તમારી ફાઇલો સુરક્ષિત કરો
સ્પેસ ખાલી કરો
તમારા ડિવાઇસ, SD કાર્ડ અને USB ડ્રાઇવમાં કેટલી સ્પેસ બાકી છે તે સરળતાથી જુઓ. ચૅટ માટેની ઍપમાંથી જૂના ફોટા, ડુપ્લિકેટ ફાઇલો શોધીને અને કૅશ મેમરી સાફ કરવા જેવી બીજી ઘણી ક્રિયાઓ વડે સ્પેસ ખાલી કરો.
વધુ ઝડપથી ફાઇલો શોધો
તમારા ફોન પર ફોટા, વીડિયો અને દસ્તાવેજો શોધવામાં સમયની બચત કરો. ઝડપથી શોધો અથવા તમારા GIFs બ્રાઉઝ કરો અથવા તમે તાજેતરમાં ડાઉનલોડ કરેલો વીડિયો શેર કરો. સ્પેસ શેમાં ખર્ચાઈ રહી છે તે સમજવા માટે કદ અનુસાર ફાઇલો સૉર્ટ કરો.
ઝડપી અને સુરક્ષિત ફાઇલ શેરિંગ
'ક્વિક શેર' સુવિધા વડે તમારી આસપાસના Android અને Chromebook ડિવાઇસ પર ફોટા, વીડિયો, ઍપ અને બીજું ઘણું શેર કરો. કોઈપણ ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ફાઇલો 480 Mbps જેટલી ઝડપથી ટ્રાન્સફર થાય છે. ટ્રાન્સફર શરૂઆતથી અંત સુધી એન્ક્રિપ્શન ધરાવતા ખાનગી અને સુરક્ષિત હોય છે.
તમારી ફાઇલો સુરક્ષિત કરો
તમારા ડિવાઇસના લૉકથી અલગ એવા કોઈ પિન કે પૅટર્ન વડે તમારી સંવેદનશીલ ફાઇલોને સલામત રાખો.
ઑફલાઇન મીડિયા ચલાવો
પ્લેબૅકની સ્પીડ, શફલ અને બીજા ઘણા અદ્યતન નિયંત્રણો વડે તમારું મ્યુઝિક સાંભળો અથવા તમારા વીડિયો જુઓ.
ફાઇલોનું બૅકઅપ લો
તમારા ડિવાઇસ પર સ્પેસની બચત કરવા માટે તમારી ફાઇલોને Google Drive કે કોઈ SD કાર્ડ પર ખસેડો. તમે તમારા ડિવાઇસ પર અન્ય Cloud Storage ઍપ પર પણ શેર કરી શકો છો.
સ્માર્ટ સુઝાવો મેળવો
સ્પેસની બચત માટે, તમારા ડિવાઇસને સુરક્ષિત કરવા માટે અને બીજું ઘણું કરવા માટે સહાયક સૂચનો મેળવો. તમે જેટલો વધારે ઍપનો ઉપયોગ કરશો, તેટલા જ તમારા સુઝાવો વધુ સ્માર્ટ બનતા જશે.
તે કાર્યક્ષમ અને અસરકારક છે
Files by Google ઍપ તમારા ડિવાઇસ પર 20 MBથી પણ ઓછા સ્ટોરેજનો ઉપયોગ કરે છે, તે ઉપયોગમાં સરળ છે અને તેમાં કોઈ જાહેરાતો નથી.
આ રોજ અપડેટ કર્યું
9 ડિસે, 2024